હનુમાનજી નો રાસ (ભાગ-૨) || Hanumanji No Ras (Part-2) || King Of Salangpur No Ras By Jemish Bhagatji

Описание к видео હનુમાનજી નો રાસ (ભાગ-૨) || Hanumanji No Ras (Part-2) || King Of Salangpur No Ras By Jemish Bhagatji

મનડે લાગી લગની હૈયે હરખ ન માય રે
હે હનુમાનજી દાદા તમારી મૂર્તિમાં મન મોહી રહ્યું..
એ અરજ સુણી નેં આવજો સૌનાં તારણહાર હે હનુમાનજી.. દાદા તમારી
ધ્યાન તમારું ધરતાં જન્મો નાં દુઃખ જાયે હે હનુમાનજી.. દાદા તમારી


સારંગપુરનીં શેરીઓમાં બોલે ઝીણાં મોર..
એ દાદાનાં દરબારે ઈતો કરે રે કિલ્લોલ..
દાદા નાં રે ચોકમાં ચડ્યો રે હીલ્લોલ..
એ દર્શન કરતાં વારી જાવું થાઉં ઓળઘોળ..
હે નોબત નેં નગારાં વાગે , હીરા વાગે ઢોલ..
એ ઝાલર નાં ઝણકારા વાગે જયકારા નાં બોલ..


હે મહાવીર બજરંગ બલી એક અરજ પ્રભુ ઉરમાં ધરજો
હે અંજનીનંદન ઉપકારી ભકતો નીં સહાય સદા કરજો
શ્રદ્ધા ભક્તિ અને ભાવ લ‌ઈને, અમે આવ્યા તમારે મંદિરીયે
ત્રય તાપ નીવારો તનમન નાં, અમને સદા નિર્ભય કરજો.. હે મહાવીર
એવા ગામે ગામે હનુ બળવંતા, રખવાળા બનીને બેઠા છો
દાદા અમંગળ દુર કરીને, આ સૃષ્ટિ નો મંગળ કરજો.. હે મહાવીર


એ મંગળ મૂરતી મારુતિ નંદન, સકળ અમંગલ મુલ નીકંદન
જય જય જય હનુમાન ગોસાઇ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ.. મંગળ
સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે.. મંગળ


જય હો બજરંગી સદા રામસંગી, ગદાધારી તમારો જયકાર હો..
હે બાળબ્રહ્મચારી દાદા છો બળધારી
હે રૂદ્ર નાં અવતારી મહાન ઉપકારી.. ગદાધારી
ઓ રામનાં સેવક તમારી લીલા ન્યારી
હે દુખીયારા જીવોને પળભરમાં લ્યો ઉગારી.. ગદાધારી


બંકા બજરંગી બળવાન, સાળંગપુર નાં કષ્ટભંજન શ્રી હનુમાન
વાયુ નંદન તમને વંદન હરદમ હે હનુમાન
અરે સાંભળો નેં અરજુ સ્નેહે, કષ્ટભંજન કામ કામ કામ.. બંકા..
અટકે નહીં અવગુણ માં અંતર ભટકે નહીં ધ્યાન
અરે દયા કરીને અમને દેજો, ગુણવિદ્યા નાં જ્ઞાન જ્ઞાન જ્ઞાન..બંકા..


ધામ સાળંગપુર માં ટહૂકે રુડો મોરલો,કષ્ટભંજન દેવ નાં દેવળ બોલે મોરલો
હે જય સીયારામ જય હનુમાન.. નામ લેતો જાય..
રુડી કળા કરીને થનગન થનગન નાચતો, વળી લડીલડી નેં દાદા નેં પાય લાગતો.. એ જય સીયારામ જય હનુમાન.. નામ લેતો જાય..
દાદાનાં દરશનીયે માનવ મહેરામણ આવતો, મીઠા ટહુકારો દ‌ઈ આવકાર રુડો આપતો.. એ જય સીયારામ જય હનુમાન.. નામ લેતો જાય..


એ સંકટ મોચન કેસરી નંદન કૃપા તમારી ન્યારી રે
એ સાળંગપુર નાં દાદા હનુમાન કૃપા તમારી ન્યારી રે
રામને રુદીયે વસોછો પ્યારા, સેવા કીધી બહુ સારી રે.. કૃપા તમારી
ભવદુઃખ હરણ હે સુખ કરણ, નૈયા પાર ઉતારી રે.. કૃપા તમારી


સૌ નાં કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા
હે હનુમાન ભીડભંજન મારા ભવભય દુઃખ હરનારા
સાળંગપુર વાળા હનુમાન દાદા..
ભુતપ્રેત ભુતાવળ ભાગે ડાકીણી શાકીણી ભય ભાગે
તવ હાંક પડે જ્યાં દાદા સંકટ વિરામ સૌનો પામે
તમે પરચા આપ્યા અનંત જનને, કષ્ટ તણાં હરનારા.. સાળંગપુર
ગોળાનંદ નાં પ્યારા કષ્ટભંજન નામ ધરાવ્યા
અતિ પ્રોઢ પ્રતાપ જણાવ્યા ડંકા દેશવિદેશે વગાડયા
તમે સાળંગપુર માં પ્રગટ બિરાજો, દુખહર સુખ દેનારાં.. સાળંગપુર


હે મારા ઘટમાં બિરાજતા હનુમાનજી બજરંગી મહાબલીજી
મારું મનડું સારંગપુર મંદિર માં
મારા તન નાં આંગણીયા માં ભક્તિ નાં વન મારા સંકટમોચન
મારા આતમ નાં આંગણે શ્રી પવનપુત્રજી
મારી આંખો વિશે ગદા ધારી રે ધારી
મારું તનમન ગયું છે જેને વારી રે વારી વાલો બાળ બ્રહ્મચારી
એ મારા પ્રાણ થકી દાદા નાં ભકતો રે વ્હાલા
નિત્ય કરતા હનુમાનજીને કાલા રે વાલા
મેં તો કેસરી નંદન નાં કીધાં રે દર્શન સોંપ્યું તન મન ધન


આવજો બજરંગી પ્યારા ભાવ અમારો જોઈને
હે આસન બિછાવું રુડાં બાજોઠ ઢળાવું રુડાં.. ભાવ અમારો
એ નાચી કુદી ગાયે સહૂ આપનાં ભજનીયે
હરખ ન માયે મળી ગાયે તોળી તાનનેં
હે રંગત આવી લગાડું રામ ભક્તિ હૈયે જગાડું.. ભાવ અમારો
તમારી કૃપાથી ભવસાગર તરાય છે
જન્મો જનમ નાં સર્વે પાપો હણાય છે
હે આશરો નાં બીજો મારો મહાબલી આવી તારો.. ભાવ અમારો


હે રામસેવક હનુમાન બજરંગી દેવ દુલારા
સિતાજી એ ભેટ ધરી મોતીડાં નીં માળા
માળા માં શોધે શ્રી રામ.. બજરંગી દેવ દુલારા
અજર અમર આવો જ્ઞાન ગુણ સાગર
સિતાજી એ દીધાં વરદાન.. બજરંગી દેવ દુલારા


એ જોયા જોયા રે સાક્ષાત સાળંગપુર માં રે
એ દાદા કષ્ટભંજન દેવ સાળંગપુર માં રે
મારે દર્શન નીં છે ટેવ સાળંગપુર માં રે.. હાં જોયા જોયા
હે દાદા મીઠું રે મલકાય સાળંગપુર માં રે
હે જોતાં શાંતિ સૌને થાય સાળંગપુર માં રે
હે સર્વે દુખડા ટળી જાય સાળંગપુર માં રે
હે હૈયે આનંદ છલકાય સાળંગપુર માં રે.. હાં જોયા જોયા રે
મનમાં જો ઉત્પાત સાળંગપુર માં રે
એ કરવી દાદા આગળ વાત સાળંગપુર માં રે
જરુર દાદો દેસે સાથ સાળંગપુર માં રે
માથે મુકીને બે હાથ સાળંગપુર માં રે.. હે જોયા જોયા રે


સાળંગપુર નાં દેવ એનું કષ્ટભંજન છે નામ
અરે હાજરા હજૂર મારા દાદા રે હનુમાન
હે અંજની નાં જાયા દાદા સારંગપુર માં આવ્યા
એ ગોપાળાનંદ સ્વામીએ સ્થાપ્યાં રે હનુમાન..અરે હાજરાહજૂર
હે દાદા નાં દેવળે પગલું રે મેલતાં
જુનાં રે વડગાડ તો પલમાં ભાગી જાય..અરે હાજરાહજૂર


વ્હારે ચડે ભક્તો નીં વ્હારે રે ચડે..કષ્ટભંજન દેવ કષ્ટ નેં હરે
હાજરાહજૂર દેવ ભેળાં રે રહે.. કષ્ટભંજન
રકતપીતીયા આવે દાદા નેં દ્વારે,પંડપીડા નેં દાદા પલમાં મટાડે
કાયા કંચન કરી દાદા કૃપાયું કરે.. કષ્ટભંજન..
આંધળા નેં પાંગડા શરણે રે આવે,દાદા નાં દ્વારે થી નિરાસ ન જાવે
હે દુખીયા નાં મુખે મુશ્કાન ભરે.. કષ્ટભંજન..


મેરોતો આધાર કષ્ટભંજન કે ચરણારવિંદ…
કષ્ટભંજન કે ચરણારવિંદ હનુમાન કે ચરણારવિંદ.. હાં મેરો
હાં મેરે માથેકો શીરતાજ બજરંગી કે ચરણારવિંદ..
બજરંગી કે ચરણારવિંદ બલવીર કે ચરણારવિંદ.. હાં મેરો


દાદા દયા કરો અરજી ઉર માં ધરો ધીરજ આપો
કષ્ટભંજન દેવ કષ્ટ મારાં કાપો
હાથ જોડી હું તમને સંભારુ,પ્રેમ ધરીને આરતી ઉતારું
ભાવે ભક્તિ કરું નામ મુખે ઉચ્ચારું જપતાં જાપો.. કષ્ટભંજન દેવ
સંકટ સમયે જો તમને સંભારે તમે જાવોછો એની વહારે
પરચા અપરંપાર ગણતાં નય આવે પાર પરચા આપો.. કષ્ટભંજન દેવ


હાં કષ્ટભંજન હનુમાન ની લાગી મને લ્હેર
એ લાગી મને લ્હેર લાગી મને લ્હેર..
એ હું તો સાળંગપુર જાવું ચરણે શીશ નમાવું
તેલ સિંદુર ચડાવું રે લાગી મને લ્હેર..
કોઈ આશાઘેલા આવે કૃપા દાદા કેરી થાવે
ગુણ સંતરામ ગાવે રે લાગી મને લ્હેર..

Комментарии

Информация по комментариям в разработке